(વ્યંગ કાવ્ય)
- હરિભાઇ ડી. પટેલ ‘નાશાદ’
તમે ફેસબુકમાં
ડુંભાળું મેલાં,
સેલ્ફી ને લાઇકની
માથાકૂટ મૂકાં,
સગી આ વાઇફનો ફેસ
જરા વાંચાં 1
તમાકુ ને ચૂનો પછી તમે ચાવાં,
પ્હેલાં આ ભેંશની આડી
આવાં.
મોબાઇલને ઘડી તો આઘો
મેલાં,
આ ખાંણ નીચે
ડુંભાળું આઘું ઠેલાં.
બેચાર ચણીબોર તમે પણ
ચાખાં,
આ રોતાં છોરાંને છાનાં રાખાં.
બસ કરો,પોસ્ટો હવે શેર કરવાનું,
જરા શીખાં,કેમ છોરાંનો ઉછેર કરવાનું !
આ કોમેન્ટ લખવાનું
તૂત તમે છોડાં,
તમારી આ વાઇફ સારુ
બે શબ્દો તો બોલાં !
No comments:
Post a Comment