1. સૂરજ
(બાળકાવ્ય )
-હરીભાઈ ડી. પટેલ "નાશાદ"
સવારે વહેલો ઊઠે સૂરજ ;
તારાઓનું એડ્રેસ પૂછે સૂરજ !
કાળા ડાઘા ભૂસે સૂરજ;
ઝાકળ અક્ષર લૂછે સૂરજ !
આકાશ મારગ ભમે સૂરજ ;
વાદળ સંગાથે રમે સૂરજ !
કીરણોનાં જાળાં ગૂંથે સૂરજ ;
જળ દરિયાનાં ચૂસે સૂરજ !
ધરાને વર્ષા ધરે સૂરજ ;
સજીવોમાં શક્તિ ભરે સૂરજ !
જગને ઊપયોગી થાતો સૂરજ ;
સાંજ પડે ક્યાં જાતો સૂરજ ?
2. શૂરા સૈનિક થાશું
(બાળગીત )
-હરીભાઈ ડી. પટેલ "નાશાદ"
શૂરા સૈનિક થાશું
અમે શૂરા સૈનિક થાશું...
હૈયામાં હિંમત ઘણી ,
હાથમાં બંદૂક ધરી;
અમે આગળ જાશું...શૂરા.
હશે ટાઢ કે તડકો,
ભલે બરફ વરસતો;
અમે સરહદ જાશું...શૂરા.
મા ભોમની રક્ષા કરવા,
રણમેદાને જંગ જીતવા,
અમે લડવા જશું...શૂરા.
દુશ્મન-દળને ખદેડી દઈશું ,
એક-એકને ગોળીએ દઈશું;
અમે ના ગભરાશું...શૂરા.
No comments:
Post a Comment