(સૌજન્ય: સંદેશ ન્યુઝ )
આવકવેરાનું રિટર્ન ફાઇલ
કરતા પહેલા ઇન્કમટેક્સ અધિકારીનો કોડ નંબર લખવો ફરજિયાત છે. જો આમ કરવામાં
નહીં આવે તો કરદાતાને હવે રિફંડ નહીં મળી શકે. આવકેવરા વિભાગની ભુલના પગલે
હવે કરદાતાઓને ફરીવાર હેરાન થવાનો વારો આવ્યો છે. આ માહિતી પહેલા જાહેરાત
કરી નહીં અને હવે સૂચનાઓ આપવાનું શરૂ કરી દીધું છે.
જાન્યુઆરી 2015માં દેશભરમાં કેડર રિસ્ટ્રક્ચરિંગના કારણે ઇન્મકટેક્સમાં નવી ભરતી કરવામાં આવી હતી. જેમાં અધિકારીઓના કાર્યક્ષેત્ર બદલાઇ જતાં તેમનો કોડનંબર પણ બદલાઇ ગયો હતો. જાન્યુઆરી 2015 પછી જે કરદાતાઓએ રિટર્ન ફાઇલ કર્યા છે તેમાં ઇન્કમટેકસ અધિકારીઓના કોડનંબર લખ્યા નથી તેવા જ કિસ્સામાં રિફંડ અટકાવી દેવામાં આવ્યા છે. કરદાતાઓને આવકવેરા વિભાગે સૂચના આપી છે કે હવે પછી રિટર્ન ફાઇલ કરતી વખતે તેમના કાર્યક્ષેત્રના આઇટીઓનો કોડ નંબર લખવો ફરજિયાત છે. સીબીડીટીએ પણ તા.30.4.2015 સુધી તમામ આઇટીઓને કોડનંબર બદલી લેવા આદેશ કર્યો છે. જેથી તેમના કાર્યક્ષેત્રના કરદાતાઓના રિફંડ ઝડપી ઇશ્યૂ થઇ શકે. કરદાતાઓના પાનકાર્ડ નંબર કોડનંબરની સાથે આવી જાય તો રિફંડની પ્રોસિજર ઝડપી કરી શકાય. કરવેરા સલાહકાર પ્રમોદ પોપટે જણાવ્યું કે, આવકવેરા વિભાગે નવું સોફ્ટવેર બનાવીને જૂના કોડના આધારે નવો કોડ આપોઆપ જનરેટ થઇ જાય તેવી સિસ્ટમ દાખલ કરવી જોઇએ. કરદાતાઓને રિફંડ આપવાના આવે ત્યારે સિસ્ટમો બદલવામા આવે છે. |
|
IT રિટર્ન ફાઇલ કરતા પહેલા આટલું રાખો ધ્યાન
Subscribe to:
Posts (Atom)
No comments:
Post a Comment