About Blog

આંજણા દર્પણ (e-magazine)પર આપનું સ્વાગત છે.આ મેગેઝીન માટે લેખકો,કવિઓ અને યુવાનોને મૌલિક કાવ્યો, લેખો, ટૂંકી વાર્તાઓ,સમાચારો અને અભિપ્રાયો વગેરે લખી મોકલવા વિનંતી છે.સાહિત્ય મોકલવાનું gmail id - haridpatelaniod@gmail.com છે-સંપાદક હરિભાઇ પટેલ-શ્રી અખિલ આંજણા(ચૌધરી) કેળવણી ઉત્તેજક મંડળ,તલોદ,જિ.સાબરકાંઠા,ઉત્તર ગુજરાત-૩૮૩૨૧૫(ભારત)"
Image

" ખાસ સૂચના : ટેકનિકલ ફેરફારોને લીધે આ બ્લોગનાં અમુક પેજ ખૂલતાં નથી.જેથી હાલ આ બ્લોગ અપડેટ કરવામાં આવી રહ્યો છે.તારીખ : 01/01/2021 સુધીમાં તમામ અપડેટ કાર્ય પૂર્ણ થશે.તકલીફ બદલ ક્ષમા યાચના. -આપનો શુભેચ્છક - HARI PATEL"

વિદેશ ભણવા જવા માગતા વિદ્યાર્થીઓ માટે...


વિદેશ ભણવા જવા માગતા વિદ્યાર્થીઓ માટે મહત્વની માહિતી

(સૌજન્ય - સંદેશ સમાચાર)

         વિદેશમાં અભ્યાસ કરીને સ્થાયી થવાનું મોટા ભાગના વિદ્યાર્થીઓનું સપનું હોય છે, અને આ સપનું સાકાર કરવા વિદ્યાર્થીઓ અને વાલીઓ આકાશપાતાળ એક કરતાં હોય છે. વિદેશમાં અભ્યાસની વિપુલ અને ઊજળી તકો છે, પરંતુ તે માટે યોગ્ય દિશાનિર્દેશ અને માર્ગદર્શન અતિ આવશ્યક છે. માર્ગદર્શનના અભાવે અનેક વિદ્યાર્થીઓનાં સપનાં રોળાઈ જતાં હોય છે તો કેટલાક વિદ્યાર્થીઓને અભ્યાસ માટે કઈ રીતે વિદેશ જવું?, કયા દેશમાં જવું?, કયો અભ્યાસક્રમ પસંદ કરવો? જેવા અનેક પ્રશ્નો મુંઝવતા હોય છે. વિદ્યાર્થીઓના આ જ પ્રશ્નોના ઉત્તર આપવા અને દિશાનિર્દેશ આપવા 'સંદેશ' અને એંજલ એજ્યુનેક્સ્ટ દ્વારા 'ફ્લાય ફોર સ્ટડી' સેમિનાર યોજાયો હતો.
        શનિવારે સાંજે અમદાવાદ મેનેજમેન્ટ એસોસિયેશનના વિદ્યાર્થીઓ અને વાલીઓથી ખીચોખીચ ભરેલા જે. બી. ઓડિટોરિયમમાં યોજાયેલા સેમિનારમાં એંજલ એજ્યુનેક્સ્ટના ડાયરેક્ટર પાર્થેશ ઠક્કરે કહ્યું હતું કે એક સર્વેક્ષણ અનુસાર પાંચ વર્ષ પછી ભારતમાં ગ્રેજ્યુએટને મહિને 30 હજારના પગારની નોકરી મળશે જ્યારે વિદેશમાં વર્ષે 15 લાખ ડોલરની જોબ મળશે. ગુજરાત સહિત ભારતના વિદ્યાર્થીઓમાં વિદેશમાં અભ્યાસ કરવાનું ઘેલું લાગ્યું છે ત્યારે ભારતીય વિદ્યાર્થીઓ માટે પ્રથમ ક્રમે ઓસ્ટ્રેલિયા, કેનેડા, યુકે, યુએસએ અને ન્યૂઝીલેન્ડમાં અભ્યાસની ઊજળી તકો છે જ્યારે જર્મની, સિંગાપોર, આયર્લેન્ડ અને સ્વીત્ઝર્લેન્ડ દેશો બીજા ક્રમે આવે છે. કોર્સની પસંદગી, દેશની પસંદગી, ટેસ્ટ પ્રિપેરેશન, એપ્લિકેશન, ફંડિંગ, વિઝા મેળવવા એ વિદેશ અભ્યાસ માટેની સર્વસામાન્ય પ્રક્રિયા છે, પરંતુ મોટા ભાગના લોકો વિદેશમાં રહેતાં સગાંસંબંધીઓ પાસેથી માહિતી મેળવતા હોય છે. આ અંગે પાર્થેશ ઠક્કરે કહ્યું હતું કે પીઆર, કોલેજની પસંદગી અને વિઝા એપ્લિકેશન સિસ્ટમની સંબંધીઓ કરતાં યોગ્ય વ્યક્તિને વધુ માહિતી હોય છે.
         કયા દેશમાં કેવા પ્રકારના અભ્યાસક્રમો, કઈ ક્વોલિફિકેશન, કેવા પ્રકારની એક્ઝામ, કઈ કઈ ઇન્ડસ્ટ્રીઝ છે, તેની પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન દ્વારા વિદ્યાર્થીઓને વિસ્તૃત માહિતી અપાઈ હતી. બાદમાં તેમણે વિદ્યાર્થીઓના પ્રશ્નોના ઉત્તર આપ્યા હતા.

કયા દેશમાં કેટલા ભારતીય વિદ્યાર્થીઓ?

દેશ           વિદ્યાર્થીઓ
કેનેડા          34,900
ઓસ્ટ્રેલિયા   11,000
ન્યુઝીલેન્ડ    12,000
યુએસએ      1,03,000
યુકે              5,980

વિદ્યાર્થીઓએ પૂછયા સર્વસામાન્ય પ્રશ્નો

પ્રશ્ન : ગુજરાતી માધ્યમમાં ભણ્યા પછી વિદેશમાં જઈ શકાય?
ઉત્તર: કોઈ મુશ્કેલી નડતી નથી. આઇલેટ્સ એક્ઝામ ક્લીયર કરવી પડે.
પ્રશ્ન : સિવિલ એન્જિનિયરિંગ માટે વિદેશમાં સ્કોપ છે?
ઉત્તર : ઓસ્ટ્રેલિયા અને કેનેડામાં ખૂબ જ તકો છે.
પ્રશ્ન : કોલેજના બેઝ પર વિદેશમાં જઈ શકાય?
ઉત્તર : કોલેજ ગમે તે હોય, પરંતુ મેરિટ અગત્યનું પાસું છે.



No comments:

Post a Comment