(કાવ્ય)
- હરિભાઇ ડી. પટેલ ‘નાશાદ’
સરળ સરળ
સરળ
સ્વભાવ સ્ત્રીનો અતિ
સરળ !
ધન્ય ધન્ય સ્ત્રીનું
જીવન !
ઘર થાતું મદમાતું
ઉપવન:
માતા સ્વરૂપે કરતી
સીંચન.
કલરવે આખું ફળિયું
ને આંગણ:
દીકરી સ્વરૂપે થાતું
અવતરણ !
વધૂ સ્વરૂપે વહેતી
ખળખળ:
સુખી સુખી થાતાં
પરિજન !
સ્નેહ-સભર છલકતો
સમંદર !
સ્ત્રી સ્વરૂપે શું અવતરતો
ઇશ્વર ?
No comments:
Post a Comment