બોગસ ડિગ્રીના હે બાપ !
-કરસનદાસ લુહાર
ભલે વધે એક તારું પાપ,
કાગળ ઉપર મંડળ સ્થાપ !
જે ડાળી પર બેઠો
તું,
એને કુહાડીથી કાપ !
આંખે ઉડે અંગારા,
તારા લોહીમાં છે તાપ !
માણસ રૂપે તુજ પ્રદૂષણ
માણસ થૈ માણસને શાપ !
માંખો ના ઉડાડે
પૂંછ,
બોગસ ડિગ્રીના હે બાપ !
------------------------
૩૯,શ્રીજીનગર,મહુવા, જિ. ભાવનગર
No comments:
Post a Comment