શબ્દોના
અર્થભેદ
–સંકલન: હરિ પટેલ
મિત્રો,ગુજરાતી ભાષામાં વપરાતા કેટલાક એવા શબ્દો વિશે
જાણીએ કે શબ્દના ઉચ્ચાર કે જોડણીમાં સહેજ ફેરફાર થાય તો શબ્દનો અર્થ જ બદલાઇ જાય
છે.
ઉદાહરણ તરીકે – “પાણી” ને બદલે “પાણિ” લખાઇ જાય તો “જળ” ને બદલે “હાથ” થઇ
જાય. તો આવો મિત્રો, આવા કેટલાક
શબ્દોનો આપણે પરિચય મેળવીએ.
ક્રમ
|
શબ્દો
|
અર્થ
|
૧
|
પાણી
|
જળ
|
પાણિ
|
હાથ
|
|
૨
|
ગજ
|
હાથી
|
ગંજ
|
ઢગલો
|
|
૩
|
આર
|
કાળજી
|
આળ
|
આરોપ
|
|
૪
|
દિન
|
દિવસ
|
દીન
|
ગરીબ
|
|
૫
|
પહેલા
|
પ્રથમ
|
પહેલાં
|
અગાઉ
|
|
૬
|
વધુ
|
વધારે
|
વધૂ
|
વહુ, પત્નિ
|
|
૭
|
પુર
|
શહેર, નગર
|
પૂર
|
નદીનું પૂર
|
|
૮
|
પ્રસાદ
|
કૃપા
|
પ્રાસાદ
|
મહેલ
|
|
૯
|
સમ
|
સમાન, સરખું
|
શમ
|
શાન્તિ
|
|
૧૦
|
રગ
|
નસ, નાડી
|
રંગ
|
કલર
|
|
૧૧
|
ચિર
|
લાંબો સમય
|
ચીર
|
વસ્ત્ર, કાપડ
|
|
૧૨
|
સત
|
સત્ય,સાચું
|
સંત
|
સાધુ, ભક્ત
|
|
૧૩
|
ગુણ
|
સ્વભાવ
|
ગૂણ
|
અનાજ ભરવાનો કોથળો
|
|
૧૪
|
ખર
|
ગધેડો
|
ખળ
|
લુચ્ચો
|
|
૧૫
|
ટુક
|
ટુકડો
|
ટૂક
|
ટોચ, શિખર
|
|
૧૬
|
સુત
|
પુત્ર, દિકરો
|
સૂત
|
સૂતર
|
|
૧૭
|
અહિ
|
સાપ
|
અહીં
|
અહિયાં
|
|
૧૮
|
આર
|
કાળજી
|
આળ
|
આરોપ
|
|
૧૯
|
અંશ
|
ભાગ
|
અંસ
|
ખભો
|
|
૨૦
|
રવિ
|
સૂર્ય
|
રવી
|
શિયાળું પાક
|
|
૨૧
|
ભવન
|
મકાન, ઘર
|
ભુવન
|
જગત, વિશ્વ
|
|
૨૨
|
શૂર
|
પરાક્રમ,જુસ્સો
|
સૂર
|
અવાજ
|
|
૨૩
|
સાલ
|
વર્ષ
|
શાલ
|
ઊનનું ઓઢવાનું વસ્ત્ર
|
|
૨૪
|
અનલ
|
આગ
|
અનિલ
|
પવન
|
|
૨૫
|
ગાડી
|
મોટર
|
ગાંડી
|
અસ્થિર મગજની,
પાગલ સ્ત્રી
|
|
૨૬
|
અકસ્માત
|
દુર્ઘટના
|
અકસ્માત્
|
અચાનક, એકાએક
|
|
૨૭
|
અલિ
|
ભમરો
|
અલી
|
સ્ત્રી માટેનું સંબોધન
|
|
૨૮
|
આખુ
|
ઉંદર
|
આખું
|
બધું,
|
|
૨૯
|
અવર
|
બીજું
|
અવળ
|
અવળું
|
|
૩૦
|
ઉપહાર
|
ભેટ
|
ઉપાહાર
|
નાસ્તો
|
|
૩૧
|
ઉમર
|
ઉંમર, વય
|
ઊમર
|
ઉંબરો
|
|
૩૨
|
કુલ
|
પરિવાર
|
કૂલ
|
કિનારો
|
|
૩૩
|
કોટિ
|
કરોડ
|
કોટી
|
આલિંગન
|
|
૩૪
|
કેશ
|
વાળ
|
કેસ
|
કોર્ટનો મુકદ્દમો
|
|
૩૫
|
સુધા
|
અમૃત
|
ક્ષુધા
|
ભૂખ
|
|
૩૬
|
ડિલ
|
શરીર, તન
|
દિલ
|
મન,ચિત્ત,હૃદય
|
|
૩૭
|
નિધન
|
મરણ, અવસાન
|
નિર્ધન
|
ગરીબ
|
|
૩૮
|
પરિણામ
|
ફળ, નતીજો
|
પરિમાણ
|
માપ
|
|
૩૯
|
પ્રણામ
|
વંદન
|
પ્રમાણ
|
માપ
|
|
૪૦
|
રાશિ
|
ઢગલો, બાર રાશિઓ
|
રાશી
|
ખરાબ
|
|
૪૧
|
યતિ
|
સંન્યાસી, છંદમાં
વિરામ
|
યતી
|
સંયમી
|
|
૪૨
|
લક્ષ
|
ધ્યાન, લાખ
|
લક્ષ્ય
|
ધ્યેય
|
|
૪૩
|
વિત
|
ધન
|
વીત
|
વીતી ગયેલું
|
|
૪૪
|
વારિ
|
પાણી, જળ
|
વારી
|
વારો, દાવ, ક્રમ
|
|
૪૫
|
વાર
|
દિવસ, ત્રણ ફૂટનું માપ, ઢીલ
|
વાળ
|
કેશ
|
|
૪૬
|
વારાંગના
|
ગણિકા
|
વીરાંગના
|
બહાદુર સ્ત્રી
|
|
૪૭
|
શરત
|
હોડ,કરાર
|
સરત
|
ધ્યાન, નજર
|
|
૪૮
|
શાન
|
ભભકો,છટા
|
સાન
|
સંકેત, ઇશારો
|
|
૪૯
|
શિલા
|
પથ્થર
|
શીલા
|
શીલવાન સ્ત્રી
|
|
૫૦
|
સીલ
|
મહોર, મુદ્રા
|
શિલ
|
સ્વભાવ
|
Very nice explain how to learn Gujarati language, I am Marathi to learn Gujarati language , thanks for your nice blogs in Gujarati language
ReplyDeleteદિશ દીશ
ReplyDeleteકારકિર્દી
ReplyDelete