About Blog

આંજણા દર્પણ (e-magazine)પર આપનું સ્વાગત છે.આ મેગેઝીન માટે લેખકો,કવિઓ અને યુવાનોને મૌલિક કાવ્યો, લેખો, ટૂંકી વાર્તાઓ,સમાચારો અને અભિપ્રાયો વગેરે લખી મોકલવા વિનંતી છે.સાહિત્ય મોકલવાનું gmail id - haridpatelaniod@gmail.com છે-સંપાદક હરિભાઇ પટેલ-શ્રી અખિલ આંજણા(ચૌધરી) કેળવણી ઉત્તેજક મંડળ,તલોદ,જિ.સાબરકાંઠા,ઉત્તર ગુજરાત-૩૮૩૨૧૫(ભારત)"

ગુર્જર કિસાન સંઘ ગુજરાત (સૂચિત) મુલાકાત લો

દીકરી વ્હાલનો દરિયો (કોલમ)

        
           
 આ વિભાગમાં પ્રભુના વરદાન સમી દીકરી વિશેના લેખો,કાવ્યો,અવતરણો તેમજ સાહિત્યકારોના કે વાચકોના દીકરી વિશેના વિચારો રજુ કરવામાં આવશે. આ પાનું આપણા પરિવારમાં દીકરીને જ્ન્મ આપનાર ઇશ્વરનું ઋણ ચૂકવવા માટેનું છે. દીકરી વિશે સમાજમાં પ્રવર્તતા ખોટા વિચારો અને ગેરસમજોને દૂર કરીને દીકરી વિશે સમાજમાં ઇશ્વરનો અને સજ્જનોનો  સાચો સંદેશો  પહોંચાડવાનો   છે. તો આપ મને આ ઉત્તમ સમાજસેવા કરવામાં  મદદ કરશો ને ? તમારો જવાબ   'હા'  જ હશે.કારણ તમારે ઘરે પણ દીકરી હશે અને જો નહીં હોય તો દીકરી શું છે ? તે જાણવા મળશે અને દીકરી ન હોવાનો તમને વસવસો થશે.તો આવો આપણે સૌ ભેગા મળીને આ સહિયારા પ્રયાસ  દ્વારા ઇશ્વરના દીકરી વિશેના સંદેશાને સમાજ સુધી પહોંચાડીએ....

(૧) દીકરીની વેદના 
(કાવ્ય)
       - યામિની વ્યાસ 
આંગળી   પકડીને   તારી  ચાલવા  દે,
મા !  મને તું  આ જગતમાં આવવા દે.

વંશનું   તુજ   બીજ  કો' ફણગાવવા  દે,
ગોરમાની    છાબ   લીલી  વાવવા   દે.

તું    ભૃણનું    પરિક્ષણ   શાને  કરે  છે ?
તારી     આકૃતિ     ફરી     સજાવા   દે.

ઢીંગલી,ઝાંઝર,ચણીયાચોળી ને મહેંદી,
બાળપળના   રંગ   કંઇ  છલકાવવા દે.

રાખડીની   દોર   કે   ગરબાની  તાળી,
ઝંખનાના     દોર   તું   પ્રગટાવવા  દે.

વ્હાલની    વેલી    થઇ   ઝૂલીશ   દ્વારે,
આંગણે     સંવેદના    મહેકાવવા    દે.

સાપનો   ભારો  નથી  તુજ  અંશ છું  હું,
લાગણીના      બંધનો      બાંધવા    દે.

આંગળી   પકડીને  તારી    ચાલવા  દે,
મા !  મને તું  આ જગતમાં આવવા દે. 

       લો ,આવજો  ત્યારે ... ગુડ બાય !!  અને   હા, મારી આ વેદનાને  સમાજ સુધી  પહોંચાડવાનું રખે ભૂલતા. ...નહીં ભૂલો ને ? અને ફરીથી પાછા સમયસર અહીં આવી જજો. મારા જેવી જ કોઇ બીજી દીકરીની વેદનાને જાણવા...અનુભવવા...! લ્યો સાંભળો આ બીજી એક દિકરીની વ્યથા.... 

                   ગર્ભસ્થ દીકરીની વ્યથા
                               (કાવ્ય)

   
       - હરિભાઇ ડી. પટેલ ‘નાશાદ’


મમ્મા મમ્મા મને આવવા દે,

ખોળો તારો મને ખૂંદવા દે.


પાપા પાપા મોઢું ના મચકોડ,

ખભે બેસી તારે મને ભમવાના કોડ !


ફોઇ ફોઇ મને શાને મારો ?

ભત્રીજી તારી તુલસીનો ક્યારો !


મામા મામા ભીખ માંગે ભાણી,

મોસાળે સીંચવી મારે સ્નેહ-સરવાણી !


દાક્તર દાક્તર મને ના માર !

શું તારું ભણતર ગયું બધું બેકાર !


હે ! ઇશ્વર ! આ છેલ્લી યાચના મારી,

કુળમાં મારા એક ભઇલો દેજે અવતારી !દીકરી શું છે તે જાણવું છે તમારે ? કવિ શ્રી મનસુખલાલ પારેખની વાત સાંભળો... આ કવિતાના એક એક શબ્દને જાણો અને જરા વિચારો..          
           મારે પણ એક દીકરી હોય
                   - મનસુખલાલ પારેખ

દીકરી એટલે
લાગણીની વેલ ઉપર
ઉગેલું પુષ્પ.

દીકરી એટલે
પિતાના ઘરને હમેશા
ઉજાળતી તેજ દીવડી,

દીકરી એટલે
જેના પુનિત પગરવથી
ઘર રહે થનગનતું.

દીકરી એટલે
સમસ્ત માનવજાતના
અસ્તિત્વનો આધાર.

દીકરી એટલે
સહુને હેતે ભીંજવતી
વાદળી.

દીકરી એટલે
ઘરમાં હસતી રમતી
વાંચતી કૂદતી
તીતલી.
દીકરી એટલે
સંતાનોને સદાચારના પાઠો
ભણાવી સંસ્કારી રી બનાવતી
પ્રેરણામૂર્તિટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો