About Blog

આંજણા દર્પણ (e-magazine)પર આપનું સ્વાગત છે.આ મેગેઝીન માટે લેખકો,કવિઓ અને યુવાનોને મૌલિક કાવ્યો, લેખો, ટૂંકી વાર્તાઓ,સમાચારો અને અભિપ્રાયો વગેરે લખી મોકલવા વિનંતી છે.સાહિત્ય મોકલવાનું gmail id - haridpatelaniod@gmail.com છે-સંપાદક હરિભાઇ પટેલ-શ્રી અખિલ આંજણા(ચૌધરી) કેળવણી ઉત્તેજક મંડળ,તલોદ,જિ.સાબરકાંઠા,ઉત્તર ગુજરાત-૩૮૩૨૧૫(ભારત)"
Image

" ખાસ સૂચના : ટેકનિકલ ફેરફારોને લીધે આ બ્લોગનાં અમુક પેજ ખૂલતાં નથી.જેથી હાલ આ બ્લોગ અપડેટ કરવામાં આવી રહ્યો છે.તારીખ : 01/01/2021 સુધીમાં તમામ અપડેટ કાર્ય પૂર્ણ થશે.તકલીફ બદલ ક્ષમા યાચના. -આપનો શુભેચ્છક - HARI PATEL"

પ્રતીક્ષા(લઘુકથા)...હરીભાઈ ડી.પટેલ




પ્રતીક્ષા 
(લધુકથા)     
-હરિભાઈ ડી. પટેલ 
'નાશાદ'
      પાંચેક વર્ષ બાદ અચાનક રેલ્વેપ્લેટફોર્મ પર તેનો ભેટો થઈ ગયો.મને જોતાં જ તે ચમકી.હું પણ  તેને જોતાં સ્તબ્ધ થઈ ગયો.મારાથી અનાયાસ જ તેને પૂંછાઈ ગયું, "તું અહીં...ક્યાં જાય છે? "
       "ભાગ્ય લઈ જાય ત્યાં" તે ધીરા અને ગંભીર સ્વરે બોલી.તેના આવા ટૂંકા પ્રત્યુત્તરથી મને ભારે નવાઈ લાગી.કારણ,આમ તો તે કોલેજકાળ દરમિયાન મારી ગર્લફ્રેન્ડ હતી.અમે એકબીજાને ખૂબ ચાહતાં હતાં.એટલું જ નહીં,અમે એકબીજાને સાથે રહેવાના કોલ પણ દીધા હતા.તેમ છતાં તે મને મૂકીને એક શ્રીમંત પરિવારના નબીરા સાથે ભાગી ગઈ હતી.હું તેને આગળ કંઈ કહું,તે પહેલાં તો તે રડી પડી અને હીબકાં ભરતી બોલી: "તે મને આ શહેરમાં એકલી છોડીને ક્યાંક ચાલી ગયો છે.ચાર વર્ષથી તેના આવવાની પ્રતીક્ષા કરું છું પણ તેના કોઈ સમાચાર નથી.આલોક ! હું ક્યાં જાઉં...? તું કહે હું શું કરું?  આલોક ! તું મને માફ કરી દે.હું તેની માયાજાળમાં ફસાઈ ગઈ...આલોક! તું....મને..." તે આગળ ન બોલી શકી.ગળામાં ડૂમો ભરાઈ આવ્યો.
         તેની આવી કફોડી હાલત જોઈ મને પણ તેના પ્રત્યે લાગણી થઇ આવી.હું આગળ કંઈ વિચારું,ત્યાં તો પાછળથી ઉતાવળે આવીને,"હું ક્યારની તમારી પ્રતીક્ષા કરું છું...ગાડી ઉપડવાની વ્હીસલ વાગી  તોયે તમને ભાન  રહેતું નથી.ચાલો,બાબાને ડબ્બામાં એકલો મૂકીને આવી છું." એવું કહેતી મારી પત્ની મારો હાથ પકડીને ઉપડવા મથતી ગાડીના એક કમ્પાર્ટમેન્ટ તરફ ખેંચી ગઈ ,જ્યાં બાબો અમારા બન્નેની પ્રતીક્ષા કરી રહ્યો હતો.
       

No comments:

Post a Comment